ગેરકાયદસર ગેસ રિફીલિંગ કરતા આરોપીને ફૂલે રૂપિયા ૪૦,૭૮૫/- મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટિમ .
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર સેકટર -૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી “ઝોન-૨” સાહેબ તથા નાઓએ ગેરકાયદસર ગેસ રિફીલિંગ કરતા ઇસમોને પકડી પાડવા સૂચના આપી હતી.
ઉપરોકત ગુન્હા ના અનુસંધાને ઉધના પો.સ્ટે.ના પો.ઇન્સ વી.બી.ગોહિલ
નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો કમલશે ભાઇ લીલાભાઇ તથા આ.પો.કો રાહુલ ભાઈ ઈશ્વરભાઈ નાઓની સયુંકત બાતમીના આધારે ઉધના હેડગેવાર વસાહત પ્લોટ નં ૪૩૨ સરોજ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરનાર આરોપી સરોજ ગોલક સેનાપતી ઉ.વ ૩૫ ધંધો વ્યાપાર રહે. ૨૦૨,કાશીનગર શીવ મંદિર ની સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઉપરોક્ત કર્મચારીઓએ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.
જર્નલિસ્ટ યોગેશ ભાઈ દેવરે



