ખટોદરા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૦૦૨૩૨૫૦૪૩૦/૨૦૨૫-બી.એન.એસ.કલમ ૧૩૭(૨) મુજબના ગુનાના કામે ફરીયાદીશ્રી નાઓની નવજાત પુરૂષ બાળક ઉ.વ. આશરે પાંચ કલાક નાનુ તા.૨૧/૦૩/૨૦૨૫ના રોજ રૂમ નં-૦૩, NICU વોર્ડ પેહલો માળે, નવી સિવિલ હોસ્પિટલ, મજુરા ગેટ, ખટોદરા સુરત શહેર અજાણી મહિલા નાઓએ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાશી ગયેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇમે.

પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ તથા મે. સંયુકત પોલીસ કમિશ્નર સાહેબશ્રી સેકટર-૨ શ્રી કે.એન.ડામોર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૪ શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એચ” ડીવીઝન શ્રી ઝેડ.આર. દેસાઇ સાહેબ નાઓની સુચના મુજબ તથા *પોલીસ ઇન્સપેકટર *શ્રી બી.આર.રબારી* ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા II પોલીસ ઇન્સપેકટર શ્રી સી.કે.નિનામા નાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી તથા બાળકને સહી સલામત શોધી કાઢવા સુચના કરવામાં આવેલ જે આધારે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ શ્રી આર. જી. રાઓલ તથા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો તથા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ જે દરમ્યાન આજરોજ તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ પોલીસ ઇન્સપેકટર શ્રી બી.આર.રબારી નાઓને ટેકનીકલ તેમજ હ્યુમન રીસોર્સીસના આધારે હકિકત મળેલ કે “ ઉપરોકત ગુનામાં નવજાત બાળકને લઇને નાશી જનાર અજાણી મહિલા અગાઉ નવી સિવીલ હોસ્પિટલમાં સિક્યુરીટીની નોકરી કરતી હોય અને હાલ જે ડીંડોલી સુરત શહેર ખાતે રહેતી હોય જેની ઓળખ મેળવી અજાણી મહિલાના ઘરે જઈ નવજાત બાળકને મેળવી લઈ સહી સલામત તેના પરીવાર સાથે સુખદ મીલન કરાવી સારી કામગીરી કરેલ છે.
ઉપરોક્ત કામગીરી *પોલીસ ઇન્સપેકટર શ્રી બી. આર. રબારી* તથા ઇન્ચાર્જ II પોલીસ ઇન્સપેકટર શ્રી સી. કે. નિનામા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફ પો.સ.ઈ આર. જી. રાઓલ સા.શ્રી તથા સુરત ક્રાઈમ બ્રાન્ચ તથા ના.પો.કમિ સા.શ્રી ઝોન-૦૪ LCB ટીમ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો તથા ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો નાઓએ ટીમ વર્કથી કરેલ છે.
*પકડાયેલ આરોપીનું નામ*(૧) *રાધા W/O રાજુ રૂપકાંત ઝા* ઉ.વ.૩૨ રહે. ૫૬૪, લક્ષ્મીનારાયણ સોસાયટી, નવાગામ, ડીંડોલી, સુરત શહેર મુળ વતન-હરદીયાગાંવ, થાના-પીપુડી, જી.સીતામઢી(બિહાર)


