Homeગુજરાતસુરતઅગ્રવાલ વિદ્યા વિહાર ડીંડોલીમાં નવરાત્રિ ઉત્સવ – નાનકડાં ફૂલકવાઓના ગરબા રંગે રંગાયો...

અગ્રવાલ વિદ્યા વિહાર ડીંડોલીમાં નવરાત્રિ ઉત્સવ – નાનકડાં ફૂલકવાઓના ગરબા રંગે રંગાયો કેમ્પસ…..

ડીંડોલી સ્થિત અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની અવસરે વિશેષ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા કાર્યક્રમમાં સ્કૂલના નાનકડાં ફૂલકવાઓએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને નિર્દોષ હાસ્ય અને આનંદભર્યા પગલાં વડે ગરબાની રમઝટ પાડી દીધી હતી.

મંચ પર રંગબેરંગી ઘાઘરા-ચોળી, કેડિયા-પાગડી પહેરેલા બાળકો જાણે જીવંત પરંપરાના દૂત બની ગયા હતા. નાનકડાં હાથોમાં ઝગમગતા ડાંડીયા અને આંખોમાં નિર્દોષ ખુશી જોઈને સમગ્ર વાતાવરણમાં અનોખો આનંદ વ્યાપી ગયો હતો. શાળા પરિસરમાં ગુંજતા તાળ-મૃદંગ અને બાળકોની મસ્તીમાં મગ્ન નૃત્યકળા જોઈને હાજર દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ બની ગયો.

શાળાના શિક્ષકમંડળે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાણ થતું હોય છે. નાનપણથી જ બાળકોને ભારતીય તહેવારોની મહત્તા સમજાવવી એ શિક્ષણનો એક અગત્યનો ભાગ છે. આ સાથે બાળકોમાં આત્મવિશ્વાસ, મંચ પરિચય અને સામૂહિક સૌહાર્દનો વિકાસ થાય છે.

આ પ્રસંગે શિક્ષક-શિક્ષિકાઓએ પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને માતાપિતાએ તેમના લાડકવાયા સંતાનોને પરંપરાગત પરિધાનમાં જોઈ ગર્વનો અનુભવ કર્યો. સમગ્ર કાર્યક્રમ એક રંગીન યાદગાર પળ બની ગયો.

🌸 નાનકડાં પગલાંઓએ ગરબા રંગે ઝૂમીને નવરાત્રીને જીવંત કરી દીધી… Agarwal Vidya Vihar Dindoli એ સાચે જ સાબિત કર્યું કે સંસ્કૃતિનું બીજ જો બાળપણમાં વાવાય, તો તેનું ફળ આખું સમાજ માણે છે. 🌸

યોગેશ ભાઈ દેવરે જર્નલિસ્ટ

RELATED ARTICLES

[the_ad id="1686"]

[the_ad id="1688"]

[the_ad id="1690"]

Most Popular