સુરત, પાંડેસરા તારીખ ૧૧/૧૦/૨૦૨૫— વિશેષ રિપોર્ટપાંડેસરા વિસ્તારમાં આવેલ ઉદ્યોગ ઝોનો, જેમ કે પ્રમુખ પાર્ક, અપયા, યુનિટી, ભગવતી, તેમજ આસપાસના નાના ઉદ્યોગોમાં ટેમ્પો માલિકો, ડ્રાઈવર અને લુમ્સ મશીન ડિલિવરી કર્મચારીઓ મહેનતકશ જીવન જીવતા આવ્યા છે. વધતી મોંઘવારી અને તહેવારના ખર્ચ વચ્ચે, તેઓનો આર્થિક ભાર વધુ જ ભારે બની ગયો છે. રાત-દિવસ મહેનત કરનાર આ વર્ગ તહેવાર દરમિયાન પણ ડર અને અનિશ્ચિતતા સાથે જીવન જીવે છે.
સ્થાનિક સ્ત્રોતોએ જણાવ્યું છે કે કેટલીક અજાણ વ્યક્તિઓ પોતાને પોલીસ જણાવીને ટેમ્પો માલિકોને દર મહિને હપ્તા આપવા મજબૂર કરે છે. જો ટેમ્પો માલિક હપ્તો ન આપે, તો તેઓ મોટો નકલી RTO મેમો બતાવી, ગાડી જમા કરાવી દેવાની ધમકી આપે છે. આ ઉઘરાણી મોટા ભાગે એક્ટિવા મોપેટ ગાડી અથવા રિક્ષામાં થાય છે.વિશેષ નોંધનીય છે કે, આ ઉઘરાણીમાં સામેલ વ્યક્તિઓની ઓળખ અંગે માહિતી મળી છે,
અને ટૂંકા સમયમાં આ ઇસમોની ઓળખ થવાની સંભાવના છે.ટેમ્પો માલિકો કહે છે કે આ ધમકી અને હપ્તાના પગલાં તેમના આત્મમાન, વ્યવસાય અને પરિવારની સલામતી પર સીધી અસર કરે છે. દિવાળી જેવા પવિત્ર તહેવારમાં તેઓને ડર અને અનિશ્ચિતતાથી જીવન જીવવું પડે છે, જયારે સમગ્ર સમાજ ખુશીઓ માણવા તૈયાર છે.જર્નલિસ્ટ ની કડક અને લાગણીભર્યા ટિપ્પણીએક જવાબદાર જર્નલિસ્ટ તરીકે હું તાત્કાલિક વિનંતી કરું છું કે પાંડેસરા પોલીસ તંત્ર અને સ્થાનિક સત્તાધિકારીઓ આ મુદ્દાને ગંભીરતાથી લે. તત્કાળ તપાસ કરી ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવી, ટેમ્પો માલિકો અને મહેનતકશ વર્ગને સુરક્ષા અને ન્યાય આપવો એ તમામ માટે ન્યાયપૂર્ણ અને માનવતાભર્યું કાર્ય રહેશે.
આ લોકોએ, જે મહેનતથી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે, તેમને ડર અને શોષણનો શિકાર બનવા દેવું યોગ્ય નથી.
1. તાત્કાલિક પોલીસ તપાસ અને ફોરેન્સિક તપાસ.
2. RTO અને ટ્રાફિક વિભાગ સાથે સહયોગ, નકલી દસ્તાવેજોની તાત્કાલિક તપાસ.
3. ટેમ્પો માલિકો અને ડ્રાઈવર માટે હેલ્પલાઇન અને સુરક્ષા માર્ગદર્શિકા શરૂ કરવી.
4. સમુદાયને સજાગ અને માહિતગાર કરવું, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને વ્યક્તિઓ વિશે જાણકારી વહેંચવી.
5. દૈનિક નોંધ અને સાક્ષ્ય એકત્રિત કરીને કાયદાકીય પગલાં માટે તૈયાર રહેવું.
દિવાળી, એક પવિત્ર તહેવાર છે જે આનંદ, કુટુંબ અને ઉજવણી માટે ઓળખાય છે. ગેરકાયદે ઉઘરાણી, પોલીસના નામનો દુપ્રયોગ અને ધમકી આ તહેવારને અંધકારમાં ફેરવી શકે છે. પાંડેસરા પોલીસ તંત્ર, RTO અને સ્થાનિક સત્તાધિકારીઓએ લોકહિતમાં તરત પગલાં ભરી, ગુનેગારોને કડક સજા આપવી અને મહેનતકશ વર્ગને સુરક્ષા આપવી એ ન્યાયપૂર્ણ અને કરૂણાભર્યું કાર્ય રહેશે.
જર્નલિસ્ટ યોગેશ દેવરે


