Homeગુજરાતસુરતન્યૂઝ રિપોર્ટ – ઉધના સાઉથ ઝોન SMCની સતર્ક કાર્યવાહી....

ન્યૂઝ રિપોર્ટ – ઉધના સાઉથ ઝોન SMCની સતર્ક કાર્યવાહી….

આજે ઉધના વિસ્તારના રામદેવનગર ધર્મયુગ સોસાયટી, મઢીની ખમણી ચાર રસ્તા નજીક સ્થિત કોલકતા સ્વીટ ખાતે ફૂડ વિભાગની રુટિન ચેકિંગ દરમિયાન ચહલપહલ જોવા મળી. ઉધના સાઉથ ઝોનની ફૂડ ડિપાર્ટમેન્ટની રુટિંગ ચેકઅપ સ્કોડે નિયમિત નિરીક્ષણના ભાગરૂપે ઘી અને મીઠાઈના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલ્યા છે.

સૂત્રો મુજબ સેમ્પલની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થતા તે તપાસ માટે લેવામાં આવ્યા છે, જોકે સત્તાવાર રિપોર્ટ આવ્યા પછી જ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી SMC દ્વારા કરવામાં આવતા નિયમિત ફૂડ સેફ્ટી ચેકનો જ એક ભાગ છે.

આ ઉપરાંત મઢીની ખમણીથી લઈને મુખ્ય માર્ગ સુધી આવેલી અનેક ખાણીપીણીની દુકાનોનું પણ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા, સ્ટોરેજ, લાઈસન્સ અને હાઇજિનિક પ્રેક્ટિસના મુદ્દાઓની વિગતવાર તપાસ કરાઈ.ઉધના સાઉથ ઝોન SMCની ટીમ છેલ્લા કેટલાક સમયથી નાગરિકોના આરોગ્યને પ્રથમ પ્રાથમિકતા આપી સતત ફૂડ સેફ્ટી ડ્રાઈવ ચલાવી રહી છે.

ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ રહે તે માટે વિભાગ દ્વારા કરવામાં આવતી આવી સખત અને સતર્ક કામગીરીને લીધે નાગરિકોમાં પણ સુરક્ષાની ભાવના વધી રહી છે.

ફૂડ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, “નિયમિત ચેકિંગ એ નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે અત્યંત જરૂરી છે, અને તમામ ખાણીપીણીના વ્યવસાયકારોએ નિયત નિયમોનું પાલન કરવું આવશ્યક છે.”લેબ રિપોર્ટ આવતા હજુ વધુ માહિતી બહાર આવશે.SMCની આ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે –“જાહેર સ્વાસ્થ્ય માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હંમેશા સક્રિય!” વિષય ગુજરાત NEWS

જર્નલિસ્ટ- યોગેશ દેવરે

RELATED ARTICLES

[the_ad id="1686"]

[the_ad id="1688"]

[the_ad id="1690"]

Most Popular