Uncategorized – Vishay Gujarat https://vishaygujaratnews.in Vishay Gujarat News Portal Tue, 25 Nov 2025 12:48:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9 માંડવી તાલુકાની ફેકટરીમાં તંગદિલી : પગાર મુદ્દે ચર્ચા કરવા ગયેલા મજૂરો પર મેનેજરે કાર ચડાવ્યાનો આક્ષેપ…. https://vishaygujaratnews.in/uncategorized/%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%b5%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ab%e0%ab%87%e0%aa%95%e0%aa%9f%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be/ https://vishaygujaratnews.in/uncategorized/%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%b5%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ab%e0%ab%87%e0%aa%95%e0%aa%9f%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be/#respond Tue, 25 Nov 2025 12:48:05 +0000 https://vishaygujaratnews.in/?p=2066 સુરત જીલ્લા ના માંડવી તાલુકામાં આવેલ ગોપી કિશન જમ્બો બેગ ઉત્પાદન ફેક્ટરીમાં મજૂરી અને પગાર મુદ્દે ઉદ્ભવેલી તંગદિલી ગંભીર બનાવમાં પરિવર્તિત થઈ હતી. સ્થાનિક કામદારોએ પગાર, મજૂરી દર અને કામની પરિસ્થિતિ અંગે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવા ફેક્ટરીના મેનેજર સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન થયેલી બોલચાલ બાદ સ્થિતિ એટલી બગડી ગઈ કે હાજર મજૂરોના જણાવ્યા મુજબ મેનેજરે ગુસ્સે ભરાઈ પોતાના વાહન દ્વારા ઈરાદાપૂર્વક કેટલાક મજૂરો પર ગાડી ચઢાવી દીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘટનામાં કેટલાક મજૂરોને ઈજા થતાં તેઓએ માંડવી પોલીસ સ્ટેશનનો ન્યાય દરવાજો ખટખટાવ્યો હતો.મજૂરો દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે પગાર વિષયક ફરિયાદોને લઇ થોડા સમયથી મેનેજમેન્ટ અને મજૂરો વચ્ચે તણાવ ચાલતો હતો. ચર્ચા કરવા માટેનો દિવસ નક્કી થતાં મજૂર પ્રતિનિધિઓ ફેક્ટરીમાં પહોંચ્યા હતાં, ત્યારે બોલાચાલી બાદ અચાનક મેનેજરે કાર સ્ટાર્ટ કરી આગળ ધસારી દીધી હોવાનો આક્ષેપ છે.

બીજી તરફ, ફેક્ટરી મેનેજમેન્ટે મજૂરોના આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે મેનેજર પર લગાવવામાં આવેલા આક્ષેપો “ખોટા અને ગૂઢ હેતુસર કરવામાં આવ્યા છે.” મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે મજૂરોમાંના કેટલાક લોકો અણધાર્યા રીતે આક્રમક વર્તન કરતાં ઘટના સર્જાઈ હતી અને હવે ખોટી ફરિયાદ કરી મેનેજમેન્ટને દબાણમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે.

ગંભીર આક્ષેપોને ધ્યાનમાં લેતાં માંડવી પોલીસ સ્ટેશનના PI શ્રીએ તાત્કાલિક કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મજૂરોના નિવેદનો લેખિતમાં લેવાયા છે તેમજ ફેક્ટરી મેનેજમેન્ટના પક્ષનું પણ સ્પષ્ટીકરણ મેળવાઈ રહ્યું છે. સ્થળ પરથી CCTV ફૂટેજ અને અન્ય સાક્ષીઓની વિગતો પણ તપાસ હેઠળ છે.

પોલીસે જણાવ્યું છે કે બંને પક્ષોની રજૂઆતો અને સ્થળના પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે અને ચોક્કસ હકીકત બહાર આવશે ત્યારે જ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

માંડવી તાલુકામાં આ ઘટનાની ચર્ચા જોરદાર બની છે અને સ્થાનિક મજૂર સંઘો પણ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યા છે. ઘણા મજૂરો પગાર અને મજૂરીના મુદ્દે રોજગારી સુરક્ષિત રહે તેવી માંગ સાથે આ મુદ્દે સતર્ક બની ગયા છે.

]]>
https://vishaygujaratnews.in/uncategorized/%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a1%e0%aa%b5%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%b2%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ab%e0%ab%87%e0%aa%95%e0%aa%9f%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be/feed/ 0