નંદુરબાર :સામાજિક ન્યાય અને સમાનતાનો સાચો અર્થ સમજાવીને નંદુરબાર જિલ્લાના જિલ્લા અધિકારી મિતાલી સેઠીએ પોતાની બે દીકરીઓને જિલ્લા પંચાયત સંચાલિત આંગણવાડી કેન્દ્રમાં દાખલ કરી છે. અત્યાર સુધી સરકાર ચલાવતી શાળાઓ કે આંગણવાડીઓનો લાભ માત્ર ગરીબ કે ગ્રામ્ય પરિવારો પૂરતો માની લેવાતો હતો.
પરંતુ મિતાલી સેઠી દ્વારા લેવાયેલા આ પગલાંએ આ ભ્રાંતિને તોડી પાડતા સરકારની વ્યવસ્થાઓ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.આ નિર્ણય માત્ર માતાનો નથી પરંતુ એક જાગૃત વહીવટી અધિકારીનો છે. સમાજમાં સામાન્ય માન્યતા છે કે “સરકારી સેવા એટલે નીચી કક્ષાની સેવા.” પરંતુ મિતાલી સેઠીએ પોતાના આચરણ દ્વારા સાબિત કર્યું કે સરકારી શાળાઓ અને આંગણવાડીઓ માત્ર ગરીબ બાળકો માટે જ નહીં, પરંતુ દરેક બાળક માટે ગુણવત્તાયુક્ત અને વિશ્વાસપાત્ર છે.અન્ય અધિકારીઓ અને સમાજ માટે સંદેશઆ કૃત્ય દ્વારા એક મોટો સંદેશ ગયો છે—
👉 “જે આપણે સમાજને કહીએ છીએ, તે પ્રથમ આપણા જીવનમાં ઉતારવું જોઈએ.”મિતાલી સેઠીએ પોતે જ આદર્શ ઉભો કર્યો છે. તેથી માત્ર વાલીઓ જ નહીં, પણ અન્ય વહીવટી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને શિક્ષિત વર્ગે પણ આનો આદર્શ લેવો જોઈએ.જો દરેક અધિકારી, નેતા કે શિક્ષિત વ્યક્તિ પોતાની સંતાનોને સરકારી શાળા અને આંગણવાડીમાં મોકલશે, તો આ સંસ્થાઓનો દરજ્જો આપોઆપ ઊંચો થશે.શિક્ષકોમાં જવાબદારીની ભાવના વધશે, વાલીઓનો વિશ્વાસ મજબૂત થશે અને શિક્ષણ–પોષણની યોજનાઓનો સાચો હેતુ સિદ્ધ થશે.સ્થાનિક નાગરિકો કહે છે કે,
“જિલ્લા અધિકારી મેડમએ પોતાની દીકરીઓને આંગણવાડીમાં મોકલતા અમારો પણ વિશ્વાસ વધી ગયો છે. હવે અમને પણ અમારા બાળકોને સરકારી સેવાઓમાં મૂકવામાં કોઈ સંકોચ નહીં રહે.
“મિતાલી સેઠીનો આ નિર્ણય માત્ર નંદુરબાર પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર મહારાષ્ટ્ર અને દેશભરના અધિકારીઓ માટે એક અનુસરનાત્મક આદર્શ છે. સમાજના દરેક વર્ગના બાળકોને સમાન તક મળવી જોઈએ, આ બાબત તેમણે દ્રઢપણે રજૂ કરી છે.તેમની આ કૃત્ય માત્ર વાલીઓ માટે જ નહીં, પરંતુ દરેક અધિકારી, શિક્ષક અને જનપ્રતિનિધિ માટે એક પાઠ છે કે “ફેરફાર શબ્દોથી નહીં પરંતુ આચરણથી થાય છે.”
જર્નલિસ્ટ યોગેશ દેવરે


