તા.૨૮/૧૧/૨૦૨૪
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રીક્ષામા બેસાડી પાર્સ, મોબાઇલ, રોકડા રૂપીયાની ચોરી કરતી ગેંગની પકડી પાડતી ઇચ્છાપોર સર્વેલન્સ ટીમ “
પોલીસ કમિશનર સા.શ્રી તથા અધિક પોલીસ કમિશનર સા.શ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશનર સા.શ્રી “ઝોન-૬” સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી “જે” ડીવીઝન નાઓની સુચના આધારે મિલ્કત સબંધી અન-ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.ગોહીલ ના માર્ગદર્શન અને સુચના હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ કે.પી.જાડેજા નાઓએ સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવી જેમાં અ.હે.કો રમેશભાઇ મેરામણભાઇ બ.નં.૭૬૧ તથા અ.પો.કો કવિતભાઇ મનુભાઇ બ.નં.૨૩૬૧ તથા અ.પો.કો વનરાજસિંહ નાથુભા બ.નં.૨૧૬૧ નાઓએ બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સુરત શહેરના આશરે ૫૦ જગ્યાઓના સી.સી.ટી.વી કેમેરા ચેક કરતા અને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસથી મળેલ માહિતી આધારે સદર ગુનાનો આરોપીઓ નામે
(૧) બીલાલ મુસ્તાક પટેલ ઉ.વ.૩૯ રહે.ધર.નં.૫૪૮૬, બાપુનગર, બોરડી વિસ્તાર, મકાઇ પુલ, રાંદેર રોડ, રાંદેર, સુરત તથા હકીમ ચીચી ભક્કાના દવાખાનાની સામે આવેલ ચાલમાં, રાણીતળાવ, લાલગેટ, સુરત તથા
(૨) જાવીદ ઉર્ફે મીથુન રશીદ શેખ ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે.ગરીબ નાવજ કોટેજ ચાલી, મદરેસાની સામે, કાલીપુલ આંબાવાડી જમ્મા મસ્જીદનો ટેકરો, સલાબતપુર, સુરત તથા
(૩) ફારૂક ઉર્ફે બબ્લુ લુકમાન સૈયદ ઉ.વ.૩૩ ધંધો.વેપાર રહે.બિલ્ડીંગ.નં.બી/૩૦, ૩મ.નં.ર, ભેસ્તાન એસ.એમ.સી આવાસ, ભેસ્તાન, સુરત નાઓને સુરત શહેરના અલગ અલગ જગ્યા ભેસ્તાન આવાસ તથા રાંદેર ખાતેથી કોર્ડન કરી આરોપીઓને પકડી પાડી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે ગુનામા ઉપયોગ કરેલ ઓટો રીક્ષા જેનો રજી.નં.GJ-05-AY-7676 જેની કિ.રૂ.૬૦,૦૦૦/- તથા અંગ ઝડતીના રૂપિયા-૨૦,૦૦૦/-મળી કુલ્લે રૂપિયા-૮૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.આરોપીઓનો એમ.ઓ:-સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં પેસેન્જરને રીક્ષામા બેસાડી પેસેન્જરનો નજર ચુકવી પેસેન્જર પાસેથી પર્સ, મોબાઇલ, રોકડા રૂપીયાની ચોરી કરવાની ટેવો ધરાવે છે.ડિટેકટ ગુનોઓ–(૧) ઇચ્છાપોર પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૯૨૫૦૩૪૫/૨૦૨૫ બી.એન.એસકલમ.૩૦૩(૨),૫૪ મુજબ.
જર્નલિસ્ટ યોગેશ દેવરે


