
પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબશ્રી ક્રાઇમ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ સાહેબશ્રી અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર A.H.T.U.ક્રાઇમ સાહેબશ્રી નાઓની સુચના તેમજ માર્ગ દર્શન મુજબ સુરત શહેરમાં અપહરણના ગુન્હાઓમા ભોગ બનનારને શોધી કાઢી, આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ A.H.T.U.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન.ગાબાણી તથા તેમની ટીમના માણસોને સુચના આપવામાં આવેલ હતી.
ઉપરોક્ત સુચના અંતર્ગત લીંબાયત પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના. રજીસ્ટર નંબર-૧૧ર૧૦૦૨૫૨૩૩૩૮૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો ૧૭/૦૮/૨૦૨૩ના રોજ દાખલ થયેલ છે.જે ગુન્હાની તપાસ A.H.T.U.ખાતે તા.૦૩/૦૧/૨૦૨૪ના રોજથી ચાલતી હતી.
જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એ.એન.ગાબાણી નાઓએ તેમની ટીમના માણસોને સદર ગુન્હાના કામની ભોગ બનનાર તેમજ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ,જે સુચના આધારે સાથેના હે.કો. કરણસિંહ મોબતસંગ તથા હે.કો.ધર્મેન્દ્ર કિસન નાઓને તેમના ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, આ કામની ભોગ બનનાર સોનાલી ઉ.વ.૧૬ વર્ષ,૦૭માસની સુરત રેલ્વે સ્ટેશન આવનાર હોવાની બાતમી હકિકત આધારે, પોલીસ ઇન્સપેક્ટર એ.એન.ગાબાણી A.H.T.U.નાઓએ હે.કો.કરણસિંહ મોબતસંગ બ.નં.૬૦૨, હે.કો.ધર્મેન્દ્ર કિસન બ.નં.૧૩૨૯, હે.કો.મેહુલકુમાર પુનમચંદ બ.નં.૦૪ અને વુમન પો.કો.આશાબેન રાજુભાઇ બ.નં.૪૪૮૨ નાઓને આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનની બહાર સુરત સીટી બસ સ્ટોપ પાસેથી શોધી કાઢી, કાયદેસરની કાર્યવાહિ કરી, સદર ગુન્હાના કામની ભોગ બનનારને આગળની વધુ તપાસ સારૂ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-(૧) એ.એન.ગાબાણી,પોલીસ ઇન્સપેક્ટર(૨) હે.કો.કરણસિંહ મોબતસંગ બ.નં.૬૦(૩) હે.કો.ધર્મેન્દ્ર કિસન બ.નં.૧૩ર૯(૪) હે.કો.મેહુલકુમાર પુનમચંદ બ.નં.૦૪(૫) વુમન પો.કો.આશાબેન રાજુભાઇ બ.નં.૪૪૮૨
* જર્નલિસ્ટ યોગેશ દેવરે *


