સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં ગુનાઓ આચરી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઈમની અલગ-અલગ ટીમો વર્ક આઉટમાં હતી.
દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે છત્તીસગઢ રાજયના રાયપુર ખાતેથી આરોપી નામે- બબ્બુ લક્ષ્મણ ધોબી ઉ.વ.૫૯ ધંધો- ટ્રક ડ્રાઈવર હાલ રહેવાસી ગામ-બરાસાત તા.થાના- નવોસ્તા જી.કાનપુર (ઉત્તરપ્રદેશ) નાને ઝડપી પાડેલ છે મજકુર આરોપી મહીધરપુરા પોલીસ સ્ટેશન ઈ.પી.કો. કલમ ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૭, ૪૧૧, ૧૨૦(બી) મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીનો કબ્જો મહીધરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે, હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીતોએ ભેગા મળી એકબીજાની મદદગારી કરી ગુનાહીત કાવતરૂ ઘડી કાઢી બોગસ ટ્રક નંબર UMO 3446 તથા UAJ 9193 ના ટ્રકના ખોટા કાગળો બનાવી, ખોટી નંબર પ્લેટ લગાવી સુરત થી બનારસ લઈ જવા સારું રૂપિયા ૬૦ લાખનો જરી કાપડ યાર્નનો માલ ભરી ગઈ તા.૧૯/૦૧/૧૯૯૨ ના રોજ લઈ ગયેલ અને જે માલ બનારસ ખાતે નહી પહોંચાડી બંને ટ્રકોનો માલ બારોબાર વેચી દઈ વિશ્વાસઘાત કરી ગુનો આચરી નાસી ગયેલ હતા. સદર ગુનામાં હાલ પકડાયેલ આરોપી નાસતો ફરતો હોય નામદાર કોર્ટ દ્રારા સી.આર.પી.સી. કલમ- ૭૦ મુજબનુ વોરંટ ઈશ્યુ કરવામાં આવેલ.

ઉપરોકત ગુનાના આરોપીને પકડી પાડવા માટે છેલ્લાં બે વર્ષથી ખાનગી બાતમીદારો થકી તેની માહીતી મેળવવામાં આવેલ જે આરોપીનું લોકેશન અવર-નવર અલગ-અલગ રાજયો ઓડીસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જેવા રાજયોમાં ફરતો હોવાનું જણાઈ આવેલ હતુ અને આ કામના આરોપીની પત્નીના મ્રુત્યુ બાદ પોતાનું મુળ વતન છોડીને મધ્યપ્રદેશ ખાતે જમુનાકોલરાઈ, જી.અનુપપુર ખાતે પોતાનું રહેઠાંણ રાખેલ અને પોતાના મુળ વતનમાં પોતાની દિકરી તથા દિકરાને ત્યાં જ રાખેલ અને પોતે છેલ્લાં ૩૦ વર્ષથી માત્ર ને માત્ર વર્ષમાં એક વાર પોતાના વતનમાં પોતાના દિકરા તથા દિકરીને મળવા જતો અને ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી દીધેલ અને જાતે રસોઈ બનાવી.
અને રહેતો હતો અને ટ્રકમાં સામાનની હેરફેર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને તેનું કોઈ સ્થાનિક સ્થાયી સરનામુ ન હોય જેથી ઉપરોકત આરોપીને ઝડપી પાડવા તથા તેની માહીતી માટે નાસતા ફરતા સ્કોડના પોલીસ કર્મચારીઓ છેલ્લાં બે વર્ષમાં બે થી ત્રણ વાર મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશ ખાતે જઈ આરોપી જે ટૂંક ચલાવે છે તે ટ્રક નંબરની માહીતી મેળવી આરોપીના ટ્રકનો આશરે ૨૫૦ કિ.મી. જેટલો પીછો કરેલ અને આરોપી હાઈવેના ટ્રકના પાર્કિંગ ઉડરગડી પાર્કિંગ ઉરલા જી.આઈ.ડી.સી., ઉરલા રાયપુર, છત્તીસગઢ ખાતે ટ્રક રાખી આરામ કરવા રોકાયેલ તે દરમ્યાન ઝડપી પાડવામાં આવેલ છે.
જર્નલિસ્ટ યોગેશ દેવરે


