Homeક્રાઈમસુરત ક્રાઇમબ્રાંચની મોટી સફળતા: રાજયભરના ૩ ગુનાઓના ભેદ ઉકેલતાં શાતિર ચોર ઝડપાયા....

સુરત ક્રાઇમબ્રાંચની મોટી સફળતા: રાજયભરના ૩ ગુનાઓના ભેદ ઉકેલતાં શાતિર ચોર ઝડપાયા….

શ્રાવણ માસ દરમિયાન સુરતમાં ચોરીના ગુનાઓ સામે ક્રાઇમ બ્રાન્ચની અસરકારક કાર્યવાહી – રીઢો શાતિર આરોપી ઝડપાયોસુરત – તા. ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫સુરત શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શાંતિ જળવાય રહે તથા તાજેતરમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા સુરત શહેર પોલીસ કમિશનરશ્રીના સૂચન અને પીઆઇ શ્રી ડીસીબીની માર્ગદર્શિકા હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ તહેનાત કરવામાં આવી હતી.આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ તથા આર્મ્સ સ્કોડની ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ તથા સુચિત વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું.

વિશ્લેષણાત્મક તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના અનુસંધાનમાં, ડક્કા ઓવારા પાસે મક્કાઇ પુલની નીચે એક શંકાસ્પદ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો.આ ઇસમની ઓળખ અરવિંદ ઉર્ફે રાજુ હિંમતભાઈ મકવાણા, રહે. સુરત (મૂળ વતન – દામનગર, જી. અમરેલી) તરીકે થયેલ છે. આરોપી હાલમાં બજરંગ થીયેટર પાસે રોડ ઉપર જાહેર ફૂટપાથ પર રહેતો હતો અને છેલ્લા કેટલાક સમયથી શહેર તથા આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો.

પોલીસે તેની પાસેથી ચોરીના ગુનાઓ માટે વપરાતી સાધનો, ચોરીના પૈસાથી ખરીદાયેલ મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ રૂપિયા ૧૦,૦૦૦/- જપ્ત કરી છે. આરોપી મકવાણા અગાઉ પણ સુરત સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં થયેલા ચોરીના ગુનાઓ તથા પિ.એ.એસ.એ. હેઠળ પકડાયેલો છે.તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી એપ્રિલ ૨૦૨૫માં જેલમાંથી સજા ભોગવી મુક્ત થયો બાદ ફરીથી જુદા જુદા વિસ્તારોમાં સવારના સમયગાળામાં તાળા તોડી ચોરી કરતો હતો. તે દરરોજ નવી જગ્યાએ મુસાફરી કરતો હોવાથી કોઈ એક સ્થિર નિવાસ ન રાખતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા સતત સ્થાન બદલતો રહેતો હતો.

કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અગાઉના ગુનામાં પણ આરોપી પકડાયો હતો. પોલીસે ફરિયાદીઓની ઓળખ, ફોરેન્સિક તપાસ અને અન્ય સાયબર ડેટાના આધારે વધુ ગુનાઓના તાર જોડવાની કામગીરી આરંભી છે.પોલીસની આગાહી: વધુ ગુનાઓ બહાર આવવાની શક્યતાસુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે તથા આરોપી સાથે સંકળાયેલા અન્ય શખ્સોની ઓળખ પણ કરવામાં આવી રહી છે. તપાસ અધિકારીઓએ અનુમાન લગાવ્યું છે કે આરોપી અન્ય શહેરોમાં પણ આવી રીતે ગુનાઓ અંજામ આપતો રહ્યો હોવાનું અનુમાન છે.*જર્નલિસ્ટ યોગેશ દેવરે*

RELATED ARTICLES

[the_ad id="1686"]

[the_ad id="1688"]

[the_ad id="1690"]

Most Popular