સંક્ષિપ્ત સમાચાર:મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના ખેડ તાલુકાના કુંડેશ્વર વિસ્તારમાં 11 ઑગસ્ટે ભયાનક માર્ગ અકસ્માત થયો. પૂરઝડપે દોડી રહેલા પીક-અપ વાને શિક્રાપુર-ચાકન રોડ પર કરાંદી ગામ નજીક સાતથી આઠ વાહનોને અથડાવી દીધા, જેના કારણે 7 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું અને 35થી વધુ લોકો ઘાયલ થયા. ઘણા ઘાયલની હાલત ગંભીર છે. ટક્કર બાદ વાન એક દુકાનમાં ઘૂસી જતા ભારે નુકસાન થયું. મૃતકો મંદિરે દર્શન માટે જતા શ્રદ્ધાળુ હતા. પોલીસ અને બચાવદળે તાત્કાલિક કાર્યવાહી કરી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાય જાહેર કરી.

યોગેશ દેવરે જર્નલિસ્ટ


