Homeગુજરાતતાપીતાપીનો ગૌરવ: ડૉ. જયરામભાઈ ગામીત રાજ્ય કક્ષાના મંત્રી બનતા સમગ્ર જિલ્લામાં ઉજવણીનો...

તાપીનો ગૌરવ: ડૉ. જયરામભાઈ ગામીત રાજ્ય કક્ષાના મંત્રી બનતા સમગ્ર જિલ્લામાં ઉજવણીનો માહોલ….

તાપી જિલ્લો આજે ગૌરવ અને આનંદની લહેરમાં તરબોળ થઈ ગયો છે. 172 વિધાનસભા નિઝર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ડૉ. જયરામભાઈ ગામીતને ગુજરાત રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળતા સમગ્ર તાપી જિલ્લાભરમાં ખુશીનો માહોલ છવાયો છે.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનો તેમજ તાપી જિલ્લાના નાગરિકોએ ડૉ. ગામીતને મળેલા આ માન પર હર્ષ વ્યક્ત કર્યો હતો.

તેમના મંત્રીપદની નિમણૂક બાદ વ્યારા મથકથી શાનદાર વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલી વ્યારા પરથી શરૂ થઈને સોનગઢ તાલુકાના J. K પેપર મિલના ગેટથી મહાત્મા ગાંધી ચોક સુધી પહોંચતાં લોકોએ ઉત્સાહભેર ડૉ. ગામીતનો સ્વાગત કર્યો હતો.

મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા બાદ રેલી બિરસા મુંડા સર્કલ તરફ આગળ વધી, જ્યાં બિરસા મુંડા ભગવાનને શ્રદ્ધાંજલિ અપાઈ. ત્યારબાદ શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા. અંતે, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર અર્પણ કરીને રેલીનો ભવ્ય સમારોપ કરવામાં આવ્યો.

આ સમગ્ર વિજય રેલી દરમિયાન લોકોમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તાપી જિલ્લાના લોકોમાં ડૉ. જયરામભાઈ ગામીતના મંત્રી તરીકેની વરણી તાપી માટે ગૌરવની વાત બની છે અને લોકોમાં નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો છે.

જર્નલિસ્ટ યોગેશ દેવરે

વિષય ગુજરાત ન્યૂઝ 🕊️ નિર્ભિકતા. નિષ્પક્ષતા. અને સત્ય માટે પ્રતિબદ્ધ.

RELATED ARTICLES

[the_ad id="1686"]

[the_ad id="1688"]

[the_ad id="1690"]

Most Popular