રામેશ્વરનગર રોડ પર કલર પાસે યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકો તથા સફાઈ કર્મચારીઓનો ઉત્સાહભર્યો સહભાગ
📍 સુરત, તા. 20 ઓક્ટોબર:સુરત મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના ગભેનીગામ વિસ્તાર, વોર્ડ નં. 30 હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશાળ સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ રામેશ્વરનગર રોડ પર કલર ટેક્સની બાજુમાં યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વિસ્તારમાં માર્ગો, ગટર અને જાહેર સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવી હતી. નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ માહિતી પણ આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ દરેક નાગરિકની સંયુક્ત જવાબદારી છે.
શહેર સ્વચ્છ રહેશે તો આરોગ્ય સુધરશે.” નાગરિકોને કચરો નિર્ધારિત સ્થળે નાંખવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તથા સ્વચ્છ પર્યાવરણ જાળવવા અપીલ કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતે વિભાગ દ્વારા ભવિષ્યમાં પણ આવી ઝુંબેશો નિયમિત રીતે યોજી નાગરિક સહભાગિતા વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જર્નલિસ્ટ- યોગેશ દેવરે
વિષય ગુજરાત ન્યૂઝ 🕊️ નિર્ભિકતા,નિષ્પક્ષતા,અને સત્ય માટે પ્રતિબદ્ધ.


