સંક્ષિપ્ત ન્યૂઝ:ભારતમાં જમીન ખરીદ-વેચાણ માટે 2025થી મોટા ફેરફારો અમલમાં આવ્યા છે. સરકારએ રજિસ્ટ્રી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ બનાવી છે અને કડક નિયમો લાગુ કર્યા છે. હવે ખોટા દસ્તાવેજ, માલિકીમાં અનિયમિતતા, છેતરપિંડી, કાનૂની વિવાદ અથવા સગીર/માનસિક રીતે અસમર્થ વ્યક્તિ દ્વારા વેચાણ જેવા કિસ્સામાં રજિસ્ટ્રી રદ થઈ શકે છે. રદ પ્રક્રિયા પણ ઓનલાઈન સરળ બનાવી છે. દરેક રજિસ્ટ્રી માટે આધાર-પાન લિંક, વિડિઓ રેકોર્ડિંગ અને બ્લોકચેન ટેકનોલોજી ફરજિયાત છે. નિષ્ણાતો સલાહ આપે છે કે જમીન ખરીદતા પહેલા દસ્તાવેજોની પૂરી તપાસ કરો, જેથી ભવિષ્યમાં નુકસાન અને કોર્ટ કેસથી બચી શકાય.

જર્નલિસ્ટ યોગેશ દેવરે


