Homeગુજરાતસુરત"સચીન પોલીસે ચોરને પકડી પાડ્યો LIVE…! પથારી પરથી ઉઠાવેલો મોબાઇલ કલાકોમાં પાછો...

“સચીન પોલીસે ચોરને પકડી પાડ્યો LIVE…! પથારી પરથી ઉઠાવેલો મોબાઇલ કલાકોમાં પાછો માલિક સુધી”….

સુરત શહેરના સચીન વિસ્તારમાં પોલીસની ચાક-ચોબંદ પેટ્રોલિંગ અને ટીમવર્કના કારણે મોબાઇલ ચોરીનો અનડીટેક્ટ કેસ ફક્ત કલાકોમાં જ ઉકેલાઈ ગયો.માહિતી મુજબ, શહેરના કમિશનરશ્રીના આદેશથી અનડીટેક્ટ ગુનાઓને ડીટેક્ટ કરવા માટે ખાસ ટીમો કાર્યરત છે. એ જ અભિયાન અંતર્ગત પો.ઇન્સ્પેકટર પી.એન.વાઘેલાની ટીમે સર્વેલન્સ સ્ટાફ સાથે મળી ચોરીના ગુનાખોરને જીવંત પકડ્યો.

પેટ્રોલિંગ દરમ્યાન અ.હે.કો. ભરતભાઈ ડાંગર અને અ.પો.કો. કિશનભાઈ નૈયાને બાતમી મળી કે એક શખ્સ વાંઝ બ્રિજ પાસે ફરતો હતો. પોલીસે ઘેરાબંધી કરી તેને કાબૂમાં લીધો. આરોપીનું નામ ચંદન રામબાબુ નિશાદ (ઉંમર ૨૫, મૂળ કાનપુર, ઉ.પ્ર.) હોવાનું સામે આવ્યું.

તપાસ દરમિયાન તેની પાસે NOTHING કંપનીનો બ્લ્યુ કલરનો 5G સ્માર્ટફોન મળ્યો, જેની બજાર કીમત રૂ.૧૨,૦૦૦/- જેટલી છે. ચોંકાવનારી વાત એ રહી કે, આરોપીએ આ ફોન સચીન વિસ્તારમાં એક બિલ્ડીંગની અગાસી પર સૂતા માણસની પથારીમાંથી ચોરી કર્યો હતો!સચીન પોલીસ સ્ટેશનમાં પહેલેથી જ નોંધાયેલ E-FIR ગુ.નં.૧૧૨૧૦૦૫૪૨૫૨૩૮૬/૨૦૨૫ હેઠળ આ કેસ રજીસ્ટર હતો, જે હવે સત્તાવાર રીતે ડીટેક્ટ થયો છે.

સચીન પોલીસની ઝડપી કાર્યવાહી અને ટીમવર્કના કારણે આ ગુનો “અનડીટેક્ટ”માંથી “ડીટેક્ટ”માં ફેરવાઈ ગયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ સફળતા આગળના ગુનાઓ માટે પણ મોટો ચેતાવણીનો સંદેશ છે.

જર્નલિસ્ટ:- યોગેશભાઈ દેવરે

RELATED ARTICLES

[the_ad id="1686"]

[the_ad id="1688"]

[the_ad id="1690"]

Most Popular